સુરતમાં અકસ્માતની ઘટનાઓમાં નિર્દોષોના મોત

Featured Video Play Icon
Spread the love

સુરતમાં અકસ્માતની ઘટનાઓમાં નિર્દોષોના મોત
ડિંડોલી વિસ્તારમાં મનપાના પટાવાળાનુ હિટ એન્ડ રનમાં મોત
અકસ્માત બાદ બાઈક ચાલક ભાગી છુટ્યો

સુરતમાં વારંવાર અકસ્માતની ઘટનાઓમાં નિર્દોષોના મોત નિપજતા હોવાની ઘટનાઓ સામે આવે છે ત્યારે ડિંડોલી વિસ્તારમાં મનપાના પટાવાળાનુ હિટ એન્ડ રનમાં મોત નિપજતા પરિવારજનોએ હૈયાફાટ રૂદન કર્યુ હતું.

સુરતમાં બેજવાબદાર વાહન ચાલકો અકસ્માતની ઘટનાઓને અંજામ આપતા હોય છે ત્યારે ફરી એક હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં સુરત કોર્પોરેશનના પટાવાળાનું મોત નિપજ્યુ હતું. ડિંડોલી વિસ્તારમાં રાત્રીના સમયે એવેન્જર બાઈક ચાલકે ટક્કર મારતા મનપામાં પટાવાળા તરીકે પરજ બજાવતા શુભમ બિહાડેને ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ તેનુ કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું. તો અકસ્માત બાદ બાઈક ચાલક ભાગી છુટ્યો હતો. તો અકસ્માત બાદ સ્થળે પહોંચેલા પરિવારએ હૈયાફાટ રૂદન કર્યુ હતુ જેમાં મૃતકની માતાના રૂદનને જોઈ તમામની આંખોમાં આંસુ આવી ગયા હતાં. બનાવને લઈ પોલીસે સ્થળે દોડી જઈ લાશનો કબ્જો લઈ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *