સુરતમાં વધી રહેલી હત્યાની ઘટનાઓ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં વધી રહેલી હત્યાની ઘટનાઓ
શ્રીરામ નગર બિલ્ડીંગ પાસે રાત્રે યુવાન પર જીવલેણ હુમલો
19 વર્ષીય મહેન્દ્ર નામના યુવાનનું ઘટના સ્થળે મૌત

સુરતમાં વધી રહેલી હત્યાની ઘટનાઓ વચ્ચે રાત્રીના શ્રીરામ નગર બિલ્ડીંગ પર રાત્રે યુવાન પર જીવલેણ હુમલો કરી હત્યા કરી હત્યારાઓ ભાગી છુટતા ચકચાર મચી જવા પામી છે.

સુરતમાં ગુનાખોરી આસમાને પહોંચી રહી હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે અસામાજિક તત્વો હત્યાની ઘટનાઓને પણ અંજામ આપવામાં પાછા ફરતા નથી. તો અમરોલી વિસ્તારમાં હત્યાની ઘટનાબની હતી. બોલાચાલી દરમિયાન 19 વર્ષીય મહેન્દ્ર નામના યુવાન પર અમરોલી શ્રીરામ નગર બિલ્ડીંગ પાસે તિક્ષ્ણ હથિયારના ઘા મારી ઘાત્કી હત્યા કરી દેવાઈ હતી. એમ્બ્રોઈડરી માં કામ કરી પરિવારનુ ગુજરાન ચલાવતા યુવાનની હત્યા કરાતા પરિવાર દ્વારા ન્યાયની માંગણી કરી આરોપીને ત્વરિત ઝડપી પાડવા માંગ કરાઈ હતી. હાલ તો અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડીપ પાડવા ચક્રોગતિમાન હાથ ધર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *