મોડાસાના માઝમ ડેમના સાત દરવાજા ખોલાયા,
ગેબી બ્રિજ પાણીમાં ગરકાવ થતા અવરજવર બંધ
અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઇ વિવિધ જળાશયો માં પાણીની ફરી એક વાર ભરપૂર આવક થઇ છે જેને લઇ મોડાસાના માજુમ, વૈડી, મેશ્વો, વાત્રક, લાંક, વાંશેરી સહીત ડેમમાં ભરપૂર આવક થતા પાણી પણ છોડવામા આવી રહયું છે
સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હોય તેવો ઘાટ છે. મોડાસાના માજુમ ડેમમાં પાણીની ભરપૂર આવક થતા ડેમનું પાણી નું લેવલ જળવાય તે માટે પાણી છોડવામાં આવી રહયું છે જેમાં માજુમ ડેમના સાત દરવાજા ખોલતા નદીમાં ઘોડાપુર આવ્યું હતું જેમાં ગેબી પાસે આવેલ માજુમ નદીમાં ઘોડાપુર આવતા નદીના પાણીમાં ગેબી બ્રિજ ગરકાવ થતા વાહન વ્યવહાર ઠપ થયો હતો. અને સાવચેતીના ભાગ રૂપે વહીવટી તંત્ર દ્વારા નીચાણ વારા ગોમોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને માઝમ નદી કિનારાના ગામોને એલર્ટ પર રખાયા છે.બીજી તરફ અન્ય ડેમો માં પાણીની આવક થતા પાણી છોડાતા વિવિધ ગામોને એલર્ટ કરવામાં આવી છે સાથે આવતી કાલે પણ વરસાદની ભારે આગાહી પણ કરવામાં આવી છે
