સુરતની કતારગામ પોલીસે ઘરફોડ ચોરોને પકડી પાડ્યો
પોલીસે આરોપીને ચોરીમાં ગેયલ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો
પોલીસે 13 લાખ 50 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
સુરતની કતારગામ પોલીસે બાતમીના આધારે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનાર ઉત્તર પ્રદેશ મેરઠના રીઢા ઘરફોડ ચોરોને પ્રાંતીજ પોલીસની મદદથી પીસ્તોલ અને જીવતા કાર્ટીઝ તથા ચોરીમાં ગેયલ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતાં.
સુરતના કતારગામ ખાતે આવેલ રત્નમાલા સર્કલ પાસે ક્રિષ્ના કોમ્પલેક્ષના મકાનમાંથી ગત 5 મેના રોજ સાંજના સમયે લાખોની ચોરીથઈ હતી જે અંગે કતારગામ પોલીસ મથકમાં ગુનો નોંધાતા સુરત પોલીસ કમિશનર અને જોઈન્ટ પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન તથા નાયબ પોલીસ કમિશનર ઝોન થ્રી અને મદદનીશ પોલીસ કમિશનર એફ ડિવિઝનની સુચના આધારે કતારગામ પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.કે. ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફના પી.એસ.આઈ. એન.એસ. સાકરીયા દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરાઈ હતી જેમાં ચોરો સલાબતપુરા વિસ્તારમાં રોકાયેલા હોવાની માહિતી મળ્યા બાદ વધુ તપાસ હાથ ધરી હતી અને આરોપીઓનુ લોકેશન સાબરકાંઠા તરફ હાઈવે પર આવતુ હોય પી.આઈ. બી.કે. ચૌધરીએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર આર.આર. દેસાઈનો સંપર્ક કરી વિગતો અંગે માહિતી આપી નેશનલ હાઈવે નંબર 48 પર કતપુર ટોલટેક્ષ નજીકથી નાકાબંધી કરી આરોપીઓ રીહાન કુરેશી, આરીફ રાણા, સાજીદ મલેક અને ઈન્સાદમીયાં કુરેશીને ઝડપી પાડ્યા હતા અને તઓની ઝડતી લેતા તેઓ પાસેથી સોનાના દાગીના તથા હ્યુન્ડાઈ કાર, એક પીસ્તોલ, કાર્ટીઝ તથા મોબાઈલ સહિત 13 લાખ 50 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને તમામનો કબ્જો કતારગામ પોલીસને સોંપતા વધુ તપાસ કતારગામ પોલીસે હાથ ધરી હતી.