તાપી ઉકાઈના પથરડા ગામે નદી ઓળંગી અંતિમ ક્રિયા માટે જવા મજબૂર
કોટવાળીયા સમાજ મરણ જનારને દોરડા અને લાકડા વડે નદી ઓળંગી
તાપી ઉકાઈના પથરડા ગામે કોટવાળીયા સમાજ મરણ જનારને દોરડા અને લાકડા વડે નદી ઓળંગી અંતિમ ક્રિયા માટે લઈ જવા મજબૂર બન્યા છે, આ પૃથ્વી પર જીવવું તો અઘરુ છે પરંતુ મર્યા પછી પણ અંતિમ ક્રિયા માટે કેટલી મુસીબતો સહન કરવી પડે છે જેનુ ઉદાહરણ આજે ઉકાઈના પાથરડા ગમે જોવા મળ્યું .
ઉકાઈ જુથગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ પાથરડા ગામ કે જ્યાં આદિમ જૂથ અને કોઠવાડિયા સમાજ વસવાટ કરે છે ત્યારે કોટવાળિયા ફળિયાના રહેવાસી નિલેશભાઈ વસંજીભાઈ કોટવાળિયાનુ તારીખ 5/9/2025 શુક્રવારના રોજ માંદગીના કારણે સ્વર્ગવાસ થયેલ હતું જેમનું અંતિમ ક્રિયા કરવા આદિમ જૂથના કબ્રિસ્તાન પર લઈ જતા પીપળા નદી પર પુલના અભાવે કોટવાળિયા આદિમ જૂથના સમાજે ખૂબ મુસીબતોનો સામનો કરી દોરડા તથા લાકડા વડે અંતિમ ક્રિયા કરવા ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. નનામીને નદી પાર કરવી હતી તેમજ વિધિ કરવા સમાજના વડીલ ને પણ તેઓએ લાકડા પર નદી પાર કરાવી હતી આ રીતે તેમનું અંતિમ વિધિ કરવામાં આવી. જોકે આ બાબતે પુલ માટે વારંવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પુલ નહીં બનતા અંતિમ ક્રિયા માટે પણ ત્યાંના સ્થાનિકોને રજળવુ પડે છે
