સુરતમાં ખોટા રિપોર્ટથી વીમો પાસ કરાવવાનું રેકેટ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ખોટા રિપોર્ટથી વીમો પાસ કરાવવાનું રેકેટ
વીમા કંપનીએ ડોક્યુમેન્ટ તપાસ કરતા ફૂટ્યો ભાંડો
પીપી સવાણી ડાયમંડ હોસ્પિટલના ખોટા સહી સિક્કા

સુરતના કાપોદ્રાની પી પી સવાણી હાર્ટ ઇન્સ્ટીટયુટ એન્ડ મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલ અને નાના વરાછાની ડાયમંડ હોસ્પિટલમાં હાર્ટ એટેકમાં આવતા લક્ષણો જણાવી સામાન્ય સારવાર કરાવી ચાલ્યા ગયા બાદ વીમા કંપનીમાંથી ૧૫ લાખથી લઇ ૧.૭૫ કરોડ સુધીની રકમનો ખોટી રીતે કલેઈમ પાસ કરાવવાનું ચોંકાવનારં કોભાંડ બહાર આવતા કાપીદ્રા પોલીસે બોગસ ડોકયુમેન્ટસના આધારે વીમા કલેઈમ કરનાર બે મહિલા સહીત દસ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

સુરતના કાપોદ્રામાં પી.પી. સવાણી હાર્ટ ઈન્સ્ટીટ્યુટ એન્ડ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલમાં ગત દિવસોમાં કેતન ઢોલરીયા, જયાબેન ચોડવડીયા, બિપીન ભંડેરી, કમલેશ સુહાગીયા, સતીષ ધડુક અને પ્રતીક વઘાસીયાની ક્રિટીકલ બિમારીના સારવાર માટેના ક્લેઈમની ફાઈલ ક્રોસ વેરીફીકેશન માટે આવી હતી. જેથી હોસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા આ તમામ દર્દીઓની હીસ્ટ્રી ચેક કરતા જાણવા મળ્યું હતું કે જે તે દર્દી જુદી-જુદી તારીખે છાતીમાં દુ:ખાવો, ગભરામણ, પરસેવો છૂટી જવો, ડાબા હાથમાં દુઃખાવો અને ઉબકા એટલે કે હાર્ટ એટેકના લક્ષણો જણાવી સારવાર માટે આવ્યા હતા. ડોક્ટર દ્વારા હાર્ટની સોનોગ્રાફી અને બ્લડ ટ્રાયોપોનીન-ટી ના રીપોર્ટની સલાહ આપવામાં આવી હતી.પરંતુ દર્દી અને તેના પરિજનોએ સારવારનો ઈન્કાર કરી ચાલ્યા ગયા હતા ત્યાર બાદ તે જ દિવસ સાંજે ટ્રાયપોનીન-ટી નો રીપોર્ટ કરાવ્યો હતો. પરંતુ કાર્ડીયોગ્રામનો રીપોર્ટ હોસ્પિટલનો ન હતો અને જે ક્લેઈમ ફોર્મ પાર્ટ બી ભરવામાં આવ્યું હતું તે હોસ્પિટલ દ્વારા ભર્યુ ન હતું અને સહી-સિક્કા પણ બોગસ હતા. જેથી હોસ્પિટલના સત્તાધીશો ચોંકી ગયા હતા.

આ જ રીતે ડાયમંડ હોસ્પિટલ તરીકે જાણીતી માતૃશ્રી રામુબા તેજાણી એન્ડ માતૃશ્રી શાંતાબા વિડીયા હોસ્પિટલમાં નયન દેસાઈ, જગદીશ કાછડીયા, ઘનશ્યામ પેધડીયા અને અરૂણા ભટ્ટની ક્રિટીકલ બિમારીના સારવાર માટેના ક્લેઈમની ફાઈલ ક્રોસ વેરીફીકેશન માટે આવી હતી. જેથી વહીવટી તંત્રએ તપાસ કરતા નયન દેસાઈએ હાર્ટ એટેક જેવા લક્ષણ જણાવ્યા હતા પરંતુ કાર્ડિયોગ્રામમાં દર્દીને કોઈ તકલીફ જણાય ન હતી અને હોસ્પિટલના સજેશન વગર મેડીકલ સ્ટોરમાંથી હાર્ટ એટેકનું ઈન્જેકશન લીધું હતું અને બ્લડ સેમ્પલ પણ અન્યનું આપવામાં આવ્યું હતું. જયારે જગદીશ કાછડીયા, ઘનશ્યામ પેધડીયા અને અરૂણા ભટ્ટની ક્લેઈમ ફાઈલમાં હોસ્પિટલનો કન્સલ્ટીંગ કેસ પેપર હતો પરંતુ તેમાં લખવામાં આવેલી હિસ્ટ્રી હોસ્પિટલના ડોક્ટર દ્વારા લખવામાં આવી ન હતી અને ડોક્યુમેન્ટ્સ ઉપરના સહી-સિક્કા પણ બોગસ હતા. જેને પગલે બંને હોસ્પિટલના એડમિનીસ્ટ્રેટર દ્વારા કાપોદ્રા પોલીસમાં ફરિયાદ બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે ખોટી રીતે કોઇમ કરનાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

હાર્ટ એટેકના લક્ષણો જણાવી સારવાર માટે આવનાર દર્દીને હોસ્પિટલ દ્વારા તપાસ બાદ સામાન્ય દવા આપવામાં આવી હતી. ઉપરાંત બ્લડ રીપોર્ટ, હાર્ટની સોનોગ્રાફી અને કાર્ડીયોગ્રામ કરાવવા કહ્યું હતું. પરંતુ દર્દી અને પરિજનો દ્વારા ઇન્કાર કરવામાં આવ્યો હતો. પરંતુ હાર્ટ એટેકના લક્ષણો જણાવી સારવાર લીધી હતી તે કેસ પેપરના આધારે સમગ્ર સારવારના બોગસ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કૌભાંડ પાછલ વીમા કંપનીના એજન્ટની મહત્વની ભુમિકા હોવાનું ચર્ચાય રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *