સુરતની પુણા પોલીસે ગાંજા સાથે મહિલા આરોપીને ઝડપી

Featured Video Play Icon
Spread the love

સુરતની પુણા પોલીસે ગાંજા સાથે મહિલા આરોપીને ઝડપી
યુપીની ચંપાદેવી ધર્મેન્દ્રસિંહ રામસેવક રાજપુતને ઝડપી પાડી
પોલીસે 39 હજારથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો પકડ્યો

સુરતની પુણા પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત ગાંજાના જથ્થા સાથે મહિલા આરોપીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, સંયુક્ત પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર અને મદદનીશ પોલીસ કમિશનર બી ડીવીઝનની સુચનાને લઈ પીઆઈ વીએમ દેસાઈ અને આરએચ મોદી, ડીકે ગમારા ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો હરીભાઈ ને મળેલી બાતમીના આધારે ઉમરવાડા ખાતે રહેતી મુળ યુપીની ચંપાદેવી ધર્મેન્દ્રસિંહ રામસેવક રાજપુતને ઝડપી પાડી મહિલા પાસેથી પોલીસે 39 હજારથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો તથા મોબાઈલ અને રોકડ મળી 50 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *