સુરતની ડિંડોલી પોલીસે વાહન ચોરીના આરોપી ઝડપ્યા
ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યા
વિનાયક રાજેશ ધાવડેને ડયુએટ મોપેડ સાથે ઝડપ્યો
સુરતની ડિંડોલી પોલીસે વાહન ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ વાહન કબ્જે લીધો હતો.
સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, સંયુક્ત પોલીસ કમિશ્નર સેક્ટર 2 કેએન ડામોર, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 રાજેશ પરમાર તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડીવિઝન એનપી ગોહિલની સુચનાને લઈ પાઈ આરજે ચુડાસમાં અને કેએ ચૌહાણની ટીમ પીએસઆઈ એલએચ મસાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ અજય તથા અપોકો નિકુલદાનને મળેલી બાતમીના આધારે ડીંડોલી ઊમિયાનગર ફલેટથી ફાયર સ્ટેશન તરફ જતા રોડ પાસેથી વિનાયક રાજેશ ધાવડેને ચોરીના હિરો કંપનીની ડયુએટ મોપેડ સાથે ઝડપી પાડી ડીંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
