સુરતમાં મોટા વરાછામાં જાહેરમાં અસામાજિક તત્વોનો આતંક

Featured Video Play Icon
Spread the love

સુરતમાં મોટા વરાછામાં જાહેરમાં અસામાજિક તત્વોનો આતંક
ઉત્રાણના મોટાવરાછામાં રૂપિયાની લેતી દેતી મામલે હુમલો
તમાચા મારી દીધા બાદ કમરમાંથી ચપ્પુ કાઢી મારવાનો પ્રયાસ

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવી રહ્યો છે ત્યારે ઉત્રાણના મોટાવરાછામાં રૂપિયાની લેતી દેતી મામલે હુમલો કરાયો હોવાની ઘટનાનો વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે. ત્યારે ઉત્રાણ પોલીસ મથક વિસ્તારના મોટા વરાછાના વિડીયો સામે આવ્યા છે. મોટા વરાછા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે ઝઘડો થયો હતો જેમાં આદેડને રૂપિયા પછી આપી દેવા કહેતા જ ઉશ્કેરાયેલા આધેડએ ઉપરા છાપરી તમાચા મારી દીધા બાદ કમરમાંથી ચપ્પુ કાઢી મારવાનો પ્રયાસ કર્યો હતો. હાલ તો ઉત્રાણ પોલીસે વાયરલ વિડીયોને લઈ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *