સુરતમાં રિક્ષામાં મુસાફરોના મોબાઈલની ચોરી કરતી 2 રીઢાઓને પોલીસે ઝડપી પાડી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં રિક્ષામાં મુસાફરોના મોબાઈલની ચોરી કરતી 2 રીઢાઓને પોલીસે ઝડપી પાડી
લાલગેટ પોલીસે ઝડપી પાડી 20 મોબાઈલ કબ્જે કર્યા

રીક્ષામાં મુસાફરોને બેસાડી તેઓ પાસેથી મોબાઈલની ચોરી કરનાર બે રીઢાઓને લાલગેટ પોલીસે ઝડપી પાડી 20 મોબાઈલ કબ્જે કર્યા હતાં.

સુરતમાં રીક્ષામાં મુસાફરોના ખિસ્સા હળવા કરવાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે લાલગેટ પોલીસે બાતમીના આધારે વિઠ્ઠલ વાડી પટેલ મોલ ફાયદા બજાર રોડ પર વોચ ગોઠવી ત્યાંથી રીક્ષામાં પસાર થતા સલાબતપુરા વિસ્તારમાં રહેતા ખોજેમ ફકરૂદ્દીન વોરા તથા ફારૂક હારૂન શેખને ઝડપી પાડ્યા હતા અને તેઓની રીક્ષાની ઝડતી લેતા તેમાંથી 20 જેટલા ચોરીના મોબાઈલ મળી આવ્યા હતાં. તો પોલીસે રીઢાઓની પુછપરછ કરતા રીઢાઓએ કબુલાત કરી હતી કે કોટ વિસ્તારમાં મુસાફરોને રીક્ષામાં બેસાડી બેસવામાં ફાવતુ ન હોવાનુ કહી આગળ પાછળ ખરી તેઓના ખિસ્સામાંથી મોબાઈલ ચોરતા હતા. હાલ તો લાલગેટ પોલીસે બન્ને રીઢાઓની વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *