ભાવનગર વરતેજમાં લગ્નેતર સંબંધના કારણે હત્યા
પત્નીનું ગળું દબાવી હત્યા કરનાર આરોપી પતિ ઝડપાયો
ભાવનગર વરતેજમાં લગ્નેતર સંબંધના કારણે પત્નીનું ગળું દબાવી હત્યા કરનાર આરોપી પતિ ઝડપાયો
ભાવનગર વરતેજમાં લગ્નેતર સંબંધના કારણે પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરનાર આરોપી પતિ ઝડપાયો ભાવનગરના વરતેજ વિસ્તારમાં તા. ૧૯ માર્ચના રોજ ઘરકંકાસના કારણે અર્જુનસિંહ પરમારે તેની પત્નીની હત્યા કરી, અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ હોવાથી તે તેને ઘરમાં રાખવા માંગતા હતા, જેનો વિરોધ કરવા બદલ પતિએ પત્ની અલ્પાબેનનું ગળું દબાવી હત્યા કરી અને હાર્ટ એટેકનું કારણ દર્શાવ્યું હતુ. પરંતુ પીએમ રિપોર્ટમાં ગળું દબાવવાથી મોત થયું હોવાનું બહાર આવતા વરતેજ પોલીસે આરોપી પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપી અર્જુનસિંહ પરમારને ઝડપી લીધો છે
