માંડવી : ભાજપની ચૂંટણીલક્ષી મીટીંગ યોજાઈ

Featured Video Play Icon
Spread the love

માંડવી : ભાજપની ચૂંટણીલક્ષી મીટીંગ યોજાઈ
મંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ
મિટિંગમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા

માંડવી કૃષિ મંગલ હોલ ખાતે માંડવી નગર અને તાલુકા ભાજપ ની સંગઠનની ચૂંટણીલક્ષી મીટીંગ મંત્રી કુંવરજીભાઈ હળપતિ ની અધ્યક્ષતા યોજાય.

આજરોજ માંડવી કૃષિ મંગલ હોલ ખાતે માંડવી નગર અને તાલુકા ભારતીય જનતા પાર્ટીની સંગઠનની બેઠક આવનારી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણીના સંદર્ભમાં મંત્રી કુંવરજીભાઈ હળપતિ અધ્યક્ષ સ્થાને અને બારડોલી ના સાંસદ પ્રભુભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં મીટીંગ યોજાય હતી. આ પ્રસંગે સુરત જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ અને માંડવી તાલુકા પ્રભારી વિકાસભાઈ પટેલ તેમજ સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા આવનારી ચૂંટણી ને અનુલક્ષીને સંગઠન લક્ષી જરૂરી વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ મંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ની ચૂંટણીના સંદર્ભમાં સંગઠન મજબૂત બને જે અંગે જરૂરી ચર્ચા કરાઈ હતી અને ચૂંટણી આવી રહી હોય જેથી કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી પણ મેદાને આવી છે જેને કઈ રીતે પરાસ્ત કરીએ અને કઈ રીતે 24 માંથી 24 બેઠકો મેળવી જીત મેળવીએ જે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ રાવળ તેમજ તાલુકા પ્રમુખ અનિલભાઈ ચૌધરી માંડવી પાલીકા પ્રમુખ નિમેષ શાહ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ દિલીપ ચૌધરી તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *