બ્રહ્મસમાજના આગેવાનોને કિંજલ દવેની ચીમકી
તાજેતરમાં જ કિંજલ દવે અને ધવલ શાહે સગાઈ કરી
મારા પરિવાર વિરુદ્ધ કોઈપણ પોસ્ટ કે કોમેન્ટ કરશે કાર્યવાહી કરીશ
ગુજરાતી પ્રખ્યાત ગાયક કલાકાર કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કિંજલ દવે અને ધવલ શાહે સગાઈ કરી હતી અને તેના ફોટો-વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા.
આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે પાંચ પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજ લાલઘૂમ જોવા મળ્યો છે. કાંકરેજના શિહોરી ખાતે મળેલી સમાજની બેઠકમાં કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરાવનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
કિંજલ દવેના પિતા લલિત દવે અને પ્રહ્લાદ જોષીને આજીવન સમાજ બહાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બહિષ્કૃત વ્યક્તિઓને આવકારનારા સામે પણ કડક પગલાં લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. બંને પરિવારને સમાજના કોઈપણ પ્રસંગમાં ન આવકારવા નિર્ણય લેવામાં આવ્યો છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
