સુરતમાં મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ
નાયબ મામલતદાર-તલાટી સહિત 500 જેટલા કર્મચારીઓનું પેન ડાઉન આંદોલન

સુરતમાં મહેસૂલી કર્મચારીઓએ આજથી અચોક્કસ મુદતની હડતાળનું રણશિંગું ફૂંક્યું હોય તેમ નાયબ મામલતદાર, તલાટી સહિત અંદાજે 500 જેટલા કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે પેન ડાઉન કર્યું છે.

સુરતમાં મહેસુલી કર્મચારીઓએ આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરી છે. સુરત કલેક્ટર કચેરી, પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીઓમાં મહેસૂલી કર્મચારીઓની હડતાળની સીધી અસર જોવા મળી હતી. કર્મચારીઓએ કામગીરીથી અળગા રહેતા વહીવટી તંત્રની દૈનિક કામગીરી પર પણ અસર પડવાની શક્યતા છે. મહેસૂલી વિભાગની કામગીરીમાં આવકના દાખલા, જાતિના દાખલા, નોન-ક્રિમિલેયર સહિત વિવિધ પ્રમાણપત્રો અને સરકારી કામગીરીનો સમાવેશ થાય છે. કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળને કારણે આ સેવાઓ માટે આવતા અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સરકાર અને કર્મચારીઓ વચ્ચે સમાધાન નહીં થાય તો આગામી દિવસોમાં કામગીરી પર વધુ અસર થવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *