સુરત વેસુમાં એલસીબી ઝોન-4નો દરોડો

Featured Video Play Icon
Spread the love

સુરત વેસુમાં એલસીબી ઝોન-4નો દરોડો
ભૂમિ ઈલેક્ટ્રિકલ્સમાંથી RR કેબલના નામે વેચાતા ડુપ્લિકેટ વાયરોનો જથ્થો ઝડપાયો

સુરતમાં એલસીબી ઝોન-4ની ટીમે વેસુના વીઆઈપી રોડ પર આવેલ ભુમિ ઈલેક્ટ્રિકલ્સમાં દરોડા પાડી ત્યાંથી આરઆર કેબલના નામે વેંચાતા ડુપ્લીકેટ વાયરલનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

સુરતમાં નકલીની બોલબાલા વચ્ચે એલસીબી ઝોન-4ની ટીમે વેસુ વીઆઈપી રોડ પર આવેલા ભૂમિ ઇલેક્ટ્રિકલ્સમાં દરોડા પાડ્યા હતાં. પોલીસને એવી માહિતી મળી હતી કે ભુમિ ઈલેક્ટ્રિકલ્સ દુકાનમાંથી આરઆર કેબલ કંપનીના નામ અને સિમ્બોલનો ઉપયોગ કરીને ભળતા કેબલ વાયરોનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે આરઆર કંપની કંપનીના ફિલ્ડ ઓફિસરને સાથે રાખીને દરોડા પાડ્યા હતા તે દરમિયાન 90,687ની કિંમતનો મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *