સરકારે MMF ટેક્ષ્ટાઇલ્સના કી રો-મટિરિયલ્સથી QCO નાબૂદ

Featured Video Play Icon
Spread the love

સરકારે MMF ટેક્ષ્ટાઇલ્સના કી રો-મટિરિયલ્સથી QCO નાબૂદ
સુરત સહિત દેશભરના ઉદ્યોગ સાહસિકોને રાહત

ભારત સરકારે એમએમએફ ટેક્ષ્ટાઇલ્સના કી રો મટિરિયલ્સ પ૨થી કયું.સી.ઓ. ઓર્ડર -નાબૂદ કરતા સુરત સહિત દેશભરના ઉદ્યોગ સાહસિકોને જબરજસ્ત રાહત થઈ છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા પત્રકાર પરિષદમાં પત્રકારોને જણાવવામાં આવ્યું હતું કે, ભારત સરકારના કેમિકલ મંત્રાલય દ્વારા જુલાઈ- ૨૦૨૩થી એમએમએફ ટેક્ષ્ટાઇલ્સના કી રૌ મટિરિયલ્સ પીટીએ અને એમઈજી-042 ક્યુસીઓ ઑર્ડર લાગુ કરવામાં આવ્યો હતો: ત્યારબાદ ઓકટોબર- ૨૦૨૩થી પોલિએસ્ટર યાર્નના જેટલા પણ એફડીવાય, પીઓવાય, આઈડીવાય અને પીએસએફ છે, એના ઉપર પણ ક્યુસીઓ ઓર્ડર લાગુ કરવામાં આવ્યો હતો. ક્યુસીઓ ઓર્ડર લાગુ થયા બાદ ફરજિયાતપણે જેની પાસે બીઆઈએસનું સર્ટિફિકેશન હોય એ જ ભારતમાં આ મટિરિયલ્સ વેચી શકે એ પ્રકારનો આ ઓર્ડર હતો. એના કારણે ભારતમાં એમએમએફ ટેક્ષ્ટાઇલ્સના કી રો મટિરિયલ્સની આયાત સંપૂર્ણપણે બંધ થઇ ગઇ હતી. જેના કારણે ઘણા સ્પેશ્યાલિટી યાર્નની અછત ભારતમાં વર્તાતી હતી. ખાસ કરીને સ્પેશ્યલ લાઇફ સ્ટાઇલ ફેબ્રિકનું ઉત્પાદન નહીંવત જેવું થઈ ગયું હતું. આ પરિસ્થિતિને નિવારવા માટે થી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ફિઆસ્વી, ફોગવા, સીઆઈટીઆઈ (નવી દિલ્હી), સીઆઈઆઈ સહિત ભારતભરના ટેક્ષ્ટાઇલ્સ એસોસીએશનો દ્વારા કેન્દ્ર સરકારને રજૂઆત કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકારના કેમિકલ મંત્રાલય, ટેક્ષ્ટાઇલ મંત્રાલય, એમએસએમઈ મંત્રાલય અને નીતિ આયોગમાં ચેમ્બર ઓફ કોમર્સ તથા વિવિધ સંગઠનો દ્વારા મિટીંગો કરવામાં આવી હતી. મ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીની રાહબરી હેઠળ ચેમ્બરના ઉપ પ્રમુખ તેમજ ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ વિજય મેવાવાલા, માનદ્ મંત્રી બિજલ જરીવાલા, માનદ્ ખજાનચી સીએ મિતિષ મોદી તથા ફિઆસ્વીના ચેરમેન તેમજ ચેમ્બરના પૂર્વ પ્રમુખ ભરત ગાંધી, ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેમજ ચેમ્બરની ટેક્ષ્ટાઇલ ટાસ્ક ફોર્સ કમિટીના ચેરમેન આશીપ ગુજરાતી અને ચેમ્બરની ટેક્ષ્ટાઇલની કમિટીના એડવાઇઝર બ્રિજેશ ગોંડલિયા સાથે મળીને નવી દિલ્હી ખાતે ૨જૂઆતોનો દૌર શરૂ કર્યો હતો. આ તમામની મહેનત રંગ લાવી છે અને સતત રજૂઆતોને પરિણામે ભારત સરકારે ગત રોજ એમએમએફ ટેક્ષ્ટાઇલ્સના કી રો મટિરિયલ્સ ૫૨થી ક્યુસીઓને નાબૂદ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *