પાલનપુર પાટીયા પાસે ઝેરોક્ષ અને સ્ટેશનરીની દુકાનમાં આગ

Featured Video Play Icon
Spread the love

પાલનપુર પાટીયા પાસે ઝેરોક્ષ અને સ્ટેશનરીની દુકાનમાં આગ
સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહી
આગના કારણે દુકાનમાં ભારે નુકશાન થયુ

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે પાલનપુર પાટીયા પાસે ઝેરોક્ષ અને સ્ટેશનરીની દુકાનમાં આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી.

સુરતમાં આગના બનાવો વચ્ચે ફરી દુકાનમાં આગ લાગી હતી. સુરતના પાલનપુર પાટીયા પાસે ગણેશ મંદિર નજીક આવેલ ઝેરોક્ષ અને સ્ટેશનરીની દુકાનમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. તો આગને પગલે મોરાભાગળ અને પાલનપુર પાટીયાની ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. અને ફાયરના જવાનોએ આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો. તો સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ આગમાં દુકાનમાં ભારે નુકશાન થયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *