​સુરતના કામરેજમાં મહિલા આરએફઓ સોનલ સોલંકી પર ફાયરિંગ કેસ

Featured Video Play Icon
Spread the love

​સુરતના કામરેજમાં મહિલા આરએફઓ સોનલ સોલંકી પર ફાયરિંગ કેસ
હત્યાનું કાવતરું આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગૌસ્વામીએ જ ઘડ્યું
પારિવારિક વિખવાદનો અંત પત્નીની હત્યાની સોપારી સુધી પહોંચ્યો

સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં મહિલા આરએફઓ સોનલ સોલંકી પર થયેલા ફાયરિંગ કેસમાં સુરત જીલ્લા પોલીસે મોટો અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ હત્યાના પ્રયાસનું કાવતરું ખુદ સોનલ સોલંકીના પતિ અને આરટીઓ ઇન્સ્પેક્ટર નિકુંજ ગૌસ્વામીએ જ ઘડ્યું હતું. પારિવારિક વિખવાદનો અંત પત્નીની હત્યાની સોપારી સુધી પહોંચ્યો હતો. કાવતરાના મુખ્ય સૂત્રધારો ઝડપાયા

સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાના જણાવ્યા અનુસાર, RFO સોનલ સોલંકી પર ફાયરિંગ કરાવવા માટે પતિ નિકુંજ ગૌસ્વામીએ તેના મિત્ર ઈશ્વરપુરી ગોસ્વામીને સોપારી આપી હતી. લાંબા સમયથી ચાલી રહેલા કૌટુંબિક વિખવાદ અને કોર્ટ કેસને કારણે નિકુંજે પત્નીને પતાવી દેવાનો નિર્ણય કર્યો હતો. વાવ-જોખા રોડ પર ગોળીબાર પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રેકી કરાવ્યા બાદ નિકુંજના કહેવાથી ઈશ્વરપુરી ગોસ્વામીએ વાવ જોખા રોડ પર સોનલ સોલંકીની કાર થોભાવી હતી. ત્યારબાદ કાચ ખોલાવીને નજીકથી ગોળીબાર કરવામાં આવ્યો, જેમાં સોનલ સોલંકીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. જોકે, ઘટનાને અંજામ આપ્યા બાદ બંને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

CCTV અને ટેક્નિકલ સર્વેલન્સથી પકડાયા ​ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સુરત જિલ્લા પોલીસની ટીમોએ નાસિક અને સાપુતારા સહિતના વિસ્તારોમાં ૧૦૦૦થી વધુ CCTV ફૂટેજની તપાસ કરી હતી અને ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કર્યો હતો. આખરે, આરોપી નિકુંજ ગૌસ્વામી જ્યારે સુરતની કોર્ટમાં આત્મસમર્પણ કરવા જઈ રહ્યો હતો, ત્યારે જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. તેના મિત્ર ઈશ્વરપુરી ગોસ્વામીની પણ ધરપકડ કરવામાં આવી છે. ​બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને પોલીસે હત્યાના પ્રયાસના કાવતરા, હથિયાર અને પ્લાનની ઊંડાણપૂર્વક પૂછપરછ માટે ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *