સુરતના કતારગામમાં મજૂરો વચ્ચે મારામારી
સામાન્ય બોલાચાલી બાદ બંને પક્ષો વચ્ચે મામલો ઉગ્ર બન્યો
ઝઘડાને પગલે વિસ્તારમાં ગરમાયો માહોલ
સુરતના કતારગામ વિસ્તારમાં મજૂરો વચ્ચે ઝઘડો થતાં મામલો ગરમાયો હતો. સામાન્ય બોલાચાલી બાદ બંને પક્ષો વચ્ચે મામલો ઉગ્ર બનતા પોલીસને ઘટનાસ્થળે દોડી જવાની ફરજ પડી હતી.
સુરતના કતારગામ વિસ્તારમાં મજૂરો વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં સામાન્ય લાગતી બોલાચાલી જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી અને મજૂરો વચ્ચે ઝઘડો થયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લઈ ઝઘડામાં સંડોવાયેલા મજૂરોની અટકાયત કરી હતી. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
