યુ ટ્યુબના વીડીયો લાઈક અને કોમેન્ટના નામે ઠગાઈ
ઠગાઈ આચરનાર ઠગને અમદાવાદથી ઝડપી પાડ્યો
સંજય મહેન્દ્ર અંબાલાલ પટેલને અમદાવાદથી ઝડપ્યો
સુરતમાં યુ ટ્યુબના વીડીયો લાઈક અને કોમેન્ટ કરવા તથા અલગ અલગ રેસ્ટોન્ટના રેટીંગના નામે લાખો રૂપિયાની ઠગાઈ આચરનાર ઠગને અમદાવાદથી ઝડપી પાડ્યો હતો.
સુરતના યુવાનને વોટ્સએપ પર મેસેજ કરી પોતાની ઓળક દિલ્હીની માયા તરીકે આપી ટેલીગ્રામ આઈડી આપ્યા બાદ યુ ટ્યુબના વિડીયો લાઈક અને કોમેન્ટ કરવા તથા અલગ અલગ રેસ્ટોરન્ટના રેટીંગ અને કોમેન્ટની વાતો કરી તેઓ પાસેથી અલગ અલગ ચાર્જના નામે 7 લાખ 56 હજારથી વધુ ઓનલાઈન પડાવી લેનાર ઠગ સંજય મહેન્દ્ર અંબાલાલ પટેલને અમદાવાદ ખાતેથી સુરત સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
