સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે બસનો અકસ્માત

Featured Video Play Icon
Spread the love

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે બસનો અકસ્માત
સહારા દરવાજા જતા બ્રિજ ઉપર બીઆરટીએસ બસનો અકસ્માત
અકસ્માતના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે રીંગરોડથી સહારા દરવાજા જતા બ્રિજ ઉપર બીઆરટીએસ બસે અકસ્માત સરજ્યો હતો. જેને લઈ ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.

સુરતના રીંગરોડ થી સહારા દરવાજા ઉતરતા બ્રિજ ઉપર અકસ્માત સર્જાયો હતો. બીઆરટીએસ બસના ચાલકે સ્ટેયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. બસ ડિવાઈડર સાથે અથડાતા ડિવાઈડર તૂટી ગયુ હતુ તો એક બસની પાછળ બીજી બસ પણ ધડાકાભેર અથડાઈ હતી. જેને લઈ અકસ્માતની ઘટનામાં બસનો કાચ તૂટીને બ્રિજની નીચે પડ્યો જો કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *