સેલવાસ પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરી
ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા રીઢાઓ
રેણા સહિત રોકડ સાથે સુરત રેલ્વે પોલીસે ઝડપી પાડ્યો
સેલવાસ પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા રીઢાઓને ઘરેણા સહિત રોકડ સાથે સુરત રેલ્વે પોલીસે ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દિવાળીને લઈ રેલ્વે પોલીસ હાલ રેલ્વે સ્ટેશન પર બનતા ગુનાઓ અટકાવવા મેદાને આવી ગઈ છે અને સાથે રેલ્વે પોલીસ દ્વારા મીશન સેફ સ્ટેશન અંતર્ગત પેટ્રોલિંગ પણ વધારી દીધુ છે ત્યારે સુરત રેલ્વે સ્ટેશન પોલીસની જીઆરપીની ટીમે સેલવાસ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ જેમાં આદિલ મહેબુબ મલેક અને મહેશ મહેન્દ્ર રાઠોડને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા સહિત 2 લાખ 14 હજારથી વધુની મત્તા કબ્જે કરી તેઓનો કબ્જો સેલવાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
