મીશન સેફ સ્ટેશન અંતર્ગત સુરત રેલ્વે પોલીસની કામગીરી
લેડિઝ પર્સ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
લ્વે એલસીબીની ટીમે આરોપીને ઝડપી પાડ્યો
મીશન સેફ સ્ટેશન અંતર્ગત સુરત રેલ્વે પોલીસ સ્ટેશનના લેડિઝ પર્સ ચોરીના ગુનાનો ભેદ રેલ્વે એલસીબીની ટીમે ઉકેલી કાઢી આરોપીને ઝડપી પાડ્યો હતો.
સુરત રેલ્વે સ્ટેશન પર ચોરી સહિતની ઘટનાઓ અટકાવવા રેલ્વે પોલીસ દ્વારા મીશન સેફ સ્ટેશનની શરૂઆત કરાઈ છે. ત્યારે મીશન સેફ સ્ટેશનને લઈ દિવાળી સમયે રેલ્વે સ્ટેશન પર ચોરી સહિતની ઘટનાઓ અટકાવવા સુરત રેલ્વે પોલીસ સાથે એલસીબીની ટીમ પણ મેદાને હતી ત્યારે રેલ્વે એલસીબીની ટીમે બાતમીના આધારે સુરત રેલ્વે પોલીસ મથકમાં નોંધાયેલા લેડિઝ પર્સ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢી મુળ મધ્યપ્રદેશનો અને હાલ અમરોલી ખાતે રહેતા ચોર સુનીલ ઉર્ફે વિરેન્દ્ર રામચરણ ધહિયાને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ પર્સ કે જેમાં રોકડ, મોબાઈલ સહિતની મત્તા હોય તે કબ્જે કરી તેનો કબ્જો સુરત રેલ્વે પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
