સુરતના ડિંડલીમાંથી ત્યજી દેવાયેલી મળેલી નવજાત બાળાનું નામકરણ
ડિંડોલી પોલીસે દત્તક લઈ નામકરણ કર્યુ
બાળકીની છઠ્ઠીમાં પોલીસ કમિશનર પણ હાજર
સુરતના ડિંડલી વિસ્તારમાંથી ત્યજી દેવાયેલી મળેલી નવજાત બાળાને ડિંડોલી પોલીસે દત્તક લઈ નામકરણ કર્યુ હતું, જેમાં સુરત પોલીસ કમિશનર પણ હાજર રહ્યા હતાં.
સુરતના ડિંડોલી વિસ્તારમાં તળાવ પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકીનુ ડિંડોલી દ્વારા તાત્કાલિક રેસ્ક્યૂ કરી સારવારની વ્યવસ્થા કરાઈ હતી. તો તરછોડાયેલી બાળકીની તમામ જવાબદારી સુરત પોલીસે સ્વીકારી છે અને અને સુરત પોલીસે બાળકીના વાલી બનીને નવજાત બાળકીની નામકરણ વિધિ યોજી હતી. બાળકીના આરોગ્ય, સુરક્ષા અને ભવિષ્યની સંપૂર્ણ કાળજી પોલીસ દ્વારા લેવાશે. સુરત પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓ અને મહિલા કર્મચારીઓ નામકરણમાં હાજર રહ્યા હતાં. તો સુરત પોલીસના માનવતાભર્યા પગલાંની શહેરભરમાં પ્રશંસા કરાઈ રહી છે.
