માંડવીમાં બ્લડ ડોનેશન કેમ્પ ધારાસભ્ય કુંવરજી હળપતિની હાજરીમાં 31 યુનિટ રક્ત એકત્ર કરાયું

Featured Video Play Icon
Spread the love

માંડવી ભાર્ગવ સમાજ ની વાડી ખાતે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવા સમર્પણના 25 વર્ષ અને એમના જન્મદિન નિમિત્તે ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ ના ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન નો શુભારંભ કરાયો

માંડવી ભાર્ગવ સમાજની વાડી ખાતે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા સમર્પણ ના 25 વર્ષ તેમજ તેમના જન્મદિન નિમિત્તે આજરોજ ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં બારડોલી બારડોલી સરદાર સ્મારકની ટીમ તપાસ કરી બ્લડ એકત્રિત કર્યું હતું જેમાં કુલ 31 યુનિટ બ્લડ એકત્રિત થયું હતું નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે કાર્યકરો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિનેશભાઈ પટેલ, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશ ભાઈ રાવળ, તાલુકાના પ્રમુખ અનિલભાઈ ચૌધરી ,પાલિકા પ્રમુખ અમીશાબેન રાઠોડ, ઉપપ્રમુખ પ્રવિણસિંહ અટોદરિયા, કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ રબારી, મહામંત્રી શાલીન ભાઈ શાહ તેમજ નગર તેમજ તાલુકાના સંગઠનના હોદ્દેદારો કાર્યકરો તેમજ પાલિકાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *