ભાવનગર ૨૦ % વળતરની લોભામણી સ્કીમ

Featured Video Play Icon
Spread the love

ભાવનગર ૨૦ % વળતરની લોભામણી સ્કીમ
સ્કીમના ગુનામાં વધુ ૦૭ આરોપીઓની ધરપકડ કરી
વાહનો મળી કુલ ૩૬,૮૯,૯૮૫ ની રીકવરી કરી

ભાવનગર વરતેજ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ રોકાણ ઉપર ૨૦ % વળતરની લોભામણી સ્કીમના ગુનામાં વધુ ૦૭ આરોપીઓની ધરપકડ કરી તેઓ પાસેથી સોનાના દાગીના તથા વાહનો મળી કુલ ૩૬,૮૯,૯૮૫ ની રીકવરી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

વરતેજ પોલીસ સ્ટેશનના ગુનાની તપાસ દરમ્યાન શેર બજારના નામે રોકાણ ઉપર ૨૦% વળતર વાળી લોભામણી સ્કીમમાં ભાગીદાર એજન્ટ તરીકે રહેલ નીચે મુજબના આરોપીઓએ આ સ્કીમમાંથી ગેરકાયદેસર લાભ મેળવી નીચે મુજબની ચીજવસ્તુઓની ખરીદ કરેલ તે સોનાના દાગીના તથા વાહનો, મોબાઈલ ફોન તથા હિસાબના ચોપડા તપાસ અર્થે કબ્જે કરી વધુ ૦૭ આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓમાં 1. વિનોદભાઇ ધીરૂભાઇ ઘાંઘવ 2. કુલદિપ ઉર્ફે પવન તળશીભાઇ ધામેચા 3. કેવલભાઇ વિજયભાઇ ઘામેચા 4. વિજયભાઇ ભુપતભાઇ ઉણેચા 5. જગદિશભાઇ ઉર્ફે પીન્ટુ દામજીભાઇ ઉણેચા 6. સંજયભાઇ મનજીભાઇ ઉણેચા 7. દિલીપભાઇ મોહનભાઇ ઉણેચાની ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *