બારડોલીમાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ ડૉ. હેમાંગ જોશીનું ભવ્ય સ્વાગત,

Featured Video Play Icon
Spread the love

બારડોલીમાં નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ ડૉ. હેમાંગ જોશીનું ભવ્ય સ્વાગત,
કાર્યકર્તાઓને ચૂંટણીના પ્રચારમાં જોતરાવા આહવાન

સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલા મધ્યસ્થ ભાજપ કાર્યાલયમાં આજે ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. બારડોલીમાં ભાજપના નવનિયુક્ત યુવા પ્રદેશ પ્રમુખ ડૉ. હેમાંગ જોશીનું ભવ્ય સ્વાગત કરાયું

દક્ષિણ ગુજરાતના પ્રવાસે નીકળેલા ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના નવનિયુક્ત અધ્યક્ષ ડૉ. હેમાંગ જોશી અને પ્રદેશ યુવા મહામંત્રી ઈશાન સોનીનું સુરત જિલ્લા ભાજપ પરિવાર દ્વારા ભવ્ય અને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજિત અભિવાદન સમારોહમાં સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ, જિલ્લા મહામંત્રીઓ તેમજ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ સહિતના અગ્રણી નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ અને મહામંત્રીનું ફુલહાર અને પુષ્પગુચ્છથી અભિવાદન કરી સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સંકલ્પ લેવાયો હતો. ​આ મિલન સમારોહમાં કાર્યકર્તાઓને સંબોધતા પ્રદેશ અધ્યક્ષ ડૉ. હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે, યુવા મોરચો એ પક્ષની જીતનો મુખ્ય સ્તંભ છે.

હેમાંગ જોશીએ આગામી ચૂંટણીઓને અનુલક્ષીને તમામ કાર્યકર્તાઓને અત્યારથી જ સજ્જ થવા અને પક્ષની વિચારધારા તેમજ સરકારની યોજનાઓને પ્રજા સુધી પહોંચાડવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આવનાર ચૂંટણીઓમાં દરેક યુવા કાર્યકર્તાએ પૂરી નિષ્ઠા અને ખંત સાથે પ્રચાર કાર્યમાં જોડાઈ પક્ષને ભવ્ય વિજય અપાવવા માટે કામ કરવાનું છે. ડૉ. હેમાંગ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે, સંગઠન દ્વારા સોંપવામાં આવેલી આ નવી જવાબદારીને તેઓ છેવાડાના કાર્યકર્તા સુધી પહોંચીને સાર્થક કરશે. સમગ્ર કાર્યક્રમમાં યુવા કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ અને જોશ જોવા મળ્યો હતો….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *