અરવલ્લી: દિવાળી તહેવારને લઈ પોલીસ એલર્ટ મોડ પર

Featured Video Play Icon
Spread the love

અરવલ્લી: દિવાળી તહેવારને લઈ પોલીસ એલર્ટ મોડ પર
અરવલ્લી પોલીસ દ્વારા ચેકીંગ અભિયાન હાથ ધરાયું

દિવાળીના તહેવાર પહેલા અરવલ્લી પોલીસ એલર્ટ મોડ પર ગુજરાત–રાજસ્થાન બોર્ડર પર દારૂ અને નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા સઘન તપાસ દિવાળીના તહેવારને ધ્યાને રાખીને અરવલ્લી જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ખાસ ચેકિંગ અભિયાન હાથ ધરાયું છે. તહેવારોના સમયગાળામાં ગુજરાતમાં દારૂ અને નશીલા પદાર્થોની હેરાફેરી વધતી હોવાના પગલે અરવલ્લી પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે.

અરવલ્લી જિલ્લાની સરહદ રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી હોવાથી પોલીસે તમામ બોર્ડર ચેકપોસ્ટ પર સઘન વાહન તપાસ શરૂ કરી છે. ખાસ કરીને શામળાજી બોર્ડર પર નાના–મોટા તમામ પ્રકારના વાહનોની વિગતવાર ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે.પોલીસના જણાવ્યા મુજબ, છેલ્લા 15 દિવસ દરમિયાન વિવિધ કામગીરી દરમ્યાન ₹ 9 કરોડથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. તહેવારોને લઈને દારૂની હેરાફેરી અટકાવવા માટે તમામ ચેકપોસ્ટ પર પોલીસના વધારાના સ્ટાફની ફરજ મુકાઈ છે.જિલ્લા પોલીસ અધિકારીના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકા પોલીસ મથકોમાં પણ વિશેષ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને નશીલા પદાર્થોનું પ્રવેશ રોકાય તે માટે અરવલ્લી પોલીસ સતત સતર્કતા દાખવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *