સુરત :જમીન દલાલને ક્લબ 21 મોલની ફ્રેન્ચાઇઝીના નામે 88.50 લાખનો ચૂનો
ઠગને મુંબઈથી સાયબર ક્રાઈમ સેલની ટીમે ઝડપી પાડ્યો
છેતરપિંડીના નેટવર્ક અંગે વધુ પૂછપરછ હાથ ધરાશે
પરવત પાટિયાના જમીન દલાલને ક્લબ 21 મોલની ફ્રેન્ચાઇઝીના નામે 88.50 લાખનો ચૂનો ચોંપડનાર સોફ્ટવેર ડેવલોપર ઠગને મુંબઈથી સાયબર ક્રાઈમ સેલની ટીમે ઝડપી પાડ્યો છે.
સુરત શહેરના પરવત પાટિયા વિસ્તારમાં રહેતા જમીન-મકાન દલાલને સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાત જોઈને ક્લબ 21 ફ્રેન્ચાઇઝી લેવાના ચક્કરમાં 88.50 લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો. છેતરપિંડી આચરનાર ઠગ ટોળકીએ દલાલને 1 કરોડના રોકાણ સામે દર મહિને 9.80 લાખના તગડા પ્રોફિટની લાલચ આપી હતી. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધીને મુખ્ય આરોપી સોફ્ટવેર ડેવલોપર સમીર મલિકને મુંબઈ ખાતેથી ઝડપી પાડ્યો છે. પોલીસની પૂછપરછમાં આરોપી સમીર મલિકે કબૂલાત કરી હતી કે, તે સોફ્ટવેર ડેવલોપર છે અને તે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જ લોકો સાથે ઠગાઈ કરતો હતો. પોલીસે આવતીકાલે આરોપીની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરશે અને રિમાન્ડ મેળવી આ છેતરપિંડીના નેટવર્ક અંગે વધુ પૂછપરછ હાથ ધરશે.
