અરેઠનાં તડકેશ્વર ગામથી પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી

Featured Video Play Icon
Spread the love

અરેઠનાં તડકેશ્વર ગામથી પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી
વિદેશી દારૂ, અલ્ટોઝ કાર, મોબાઇલ મળી કુલ્લે ૭,૩૨,૭૨૦ મુદ્દામાલ

અરેઠનાં તડકેશ્વર ગામથી બાતમી મળતા પોલીસને દારૂ ભરેલી કાર ઝડપી પાડી વિદેશી દારૂ, અલ્ટોઝ કાર, મોબાઇલ મળી કુલ્લે ૭,૩૨,૭૨૦ મુદ્દામાલ કબજે કર્યો

અરેઠ તાલુકાનાં તડકેશ્વર ગામેની હદમાંથી પસાર થતી બપોરે ૩:૪૫ વાગ્યે દારૂ ભરેલી કારને પોલીસ ઝડપી લીતાં બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે, પોલીસ સુત્રોનાં જણાવ્યાં મુજબ અરેઠનાં તડકેશ્વર ગામથી હદમાં તડકેશ્વર પોલીસ સ્ટેશનનાં આ.પો.કો.આભાભાઇ મોનાભાઇ તથા અશોક અણદાભાઈ અને વિપુલ રાજાભાઈ નાઓને ખાનગી રાહે સંયુકત બાતમી મળલી કે એક કાળા કલરની કાળ દારૂ ભરીને ઉશ્કેર ગામથી કિમ તરફ નીકળી છે, ત્યારબાદ ત્યાં બાતમી વાળી જગ્યા ઉપર કોર્ડન કરીને કાળા કલરની કાર નં.જીજે-૧૯-બીજે-૨૧૪૪ ને ઝડપી લઈ અંદર તપાસ કરતાં પાછળનાં ભાગે સીટ નીચે ભારતીય બનાવતનો વિદેશી બીયરની બોટલો ૧૪૪ નંગ જેની કિંમત ૨૭,૭૨૦|- તથા મોબાઇલ ફોન ૫૦૦૦|- અને અલ્ટોઝ કારની ૭૦૦૦૦૦|- કિંમત મળી કુલ્લે ૭,૩૨,૭૨૦|- નો મુદ્દામાલ કબજે કરી કાર ચાલાક જેનીશકુમાર અશોકભાઇ પટેલ, (ઉ.વ.૨૭) રહે.કરંજ, પંચાયત ફળીયુ, તા.અરેઠ, જી.સુરત નાઓને ઝડપી લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *