મોરા ગામમાં એટીએમ કાર્ડ બદલી છેતરપિંડી કરનાર આરોપીઓ ઝડપાયા
મદદના બહાને ગ્રાહકોનાએટીએમ કાર્ડ બદલી લેતા હતા
ઇચ્છાપોર પોલીસની સતર્કતાથી ઠગ ટોળકીનો પર્દાફાશ
આરોપીઓ પાસેથી એટીએમ કાર્ડ અને અન્ય સામગ્રી કબ્જે
સુરતના ઇચ્છાપોર પોલીસ મથકની હદમાં મોરા ગામ ખાતે એટીએમમાં મદદના બહાને એટીએમ કાર્ડ બદલી લઈ છેતરપિંડી કરનાર રીઢાઓને ઝડપી પાડ્યા હતા.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, અધિક પોલીસ કમિશનર બગાડ્યા, નાયબ પોલીસ કમિશનર શેફાલી બારવાલ સહિતનાઓની સૂચનાને લઈ પીઆઈ એસએ શાહની ટીમ પીએસઆઈ કેપી જાડેજા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો નરેન્દ્રસિંહ, અપોકો ચેતનસિંહ, જયદીપભાઈ અને પ્રદીપભાઈ ને મળેલી બાતમીના આધારે મોરા ગામમાં એટીએમ સેન્ટરમાં મદદના બહાને એટીએમ કાર્ડ બદલી લઈ રૂપિયા ઉપાડી લેનાર આરોપીઓ વિપેન્દ્રસિંહ સિંગ, વિજયસિંગ ચૌહાણ રાજપૂત અને શિવપ્રકાશસિંહ રાજપૂત ને ઝડપી પાડી તેઓ પાસેથી 14 એટીએમ કાર્ડ સાથે રોકડા રૂપિયા અને મોંઘાદાટ મોબાઇલ સહિત 62 હજારથી વધુની મત્તા કબ્જે કરી ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.
