પંચમહાલના હાલોલમાં પાંચ મહિનાના બાળકનું અપહરણ
માતાની સાથે સુતા બાળકને ઉઠાવી અજાણી મહિલા ફરાર
પંચમહાલના હાલોલમાં પાંચ મહિનાના બાળકનું અપહરણ થતાં પોલીસ દોડતી થઇ.
પંચમહાલના હાલોલના ટીંબી રોડ પર સાઈબાબાના મંદિર નજીક ફૂટપાથ પર રહેતી મહિલાના પાંચ માસના બાળકનું અજાણી સ્ત્રીએ અપહરણ કર્યું. મધરાતે માતાની સાથે સુતા બાળકને ઉઠાવી અજાણી મહિલા ફરાર થઇ ગઇ. બાળક નહી મળતાં માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા અને જાણ કરતા પોલીસે વિવિધ ટીમો બનાવી બાળકની શોધખોળ હાથ ધરી છે.
