સુરતમાંથી માનવતાને સ્પર્શતી ઘટના

Featured Video Play Icon
Spread the love

સુરતમાંથી માનવતાને સ્પર્શતી ઘટના
૨૧ કલાકથી ગુમ થયેલા ૪ વર્ષના માસૂમ બાળકનો મિલાપ
પોલીસે સુરક્ષિત બચાવ કરીને તેને પરિવાર સાથે મિલાવ્યો

સુરતમાંથી માનવતાને સ્પર્શતી અને પોલીસની સતર્કતા દર્શાવતી એક રાહતભરી ઘટના સામે આવી છે. ભેસ્તાન વિસ્તારમાં ૨૧ કલાકથી ગુમ થયેલા ૪ વર્ષના માસૂમ બાળકનો પોલીસે સુરક્ષિત બચાવ કરીને તેને પરિવાર સાથે મિલાવ્યો છે.

મળતી માહિતી મુજબ, ૨૦ માર્ચ ૨૦૨૬ના રોજ મો. કલીમ અંસારીએ તેમના પુત્ર અબુતલ્હા ગુમ થયો હોવાની ફરિયાદ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ બનાવ બાદ પોલીસે તાત્કાલિક શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે બાળક પોતાના મિત્ર સાથે રમતા-રમતા નજીકની એક અવાવરું બિલ્ડિંગમાં પહોંચી ગયો હતો. રમતમાં જ તેના મિત્રએ રૂમનો દરવાજો બહારથી બંધ કરી દેતા બાળક અંદર ફસાઈ ગયો હતો. આ દરમિયાન બાળક અંદાજે ૨૧ કલાક સુધી અંધારાવાળા રૂમમાં લાઇટ, પંખા કે કોઈપણ વેન્ટિલેશન વગર ભૂખ્યો-તરસ્યો રહ્યો હતો, જેના કારણે તે ગભરાઈ ગયો હતો. પોલીસે બાળકના મિત્રની સંવેદનશીલ રીતે પૂછપરછ કરતા આખી ઘટના બહાર આવીહતી. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને સહી-સલામત તેના માતા-પિતાને સોંપ્યો હતો. ભેસ્તાન પોલીસની આ કામગીરી માત્ર એક બાળકનો જીવ બચાવવાની નથી, પરંતુ ટીમવર્ક, સતર્કતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *