સુરતના વિકૃત આનંદ માણવા ટેક્ષ્ટાઈલ મેનેજરનું કૃત્ય

Featured Video Play Icon
Spread the love

સુરતના વિકૃત આનંદ માણવા ટેક્ષ્ટાઈલ મેનેજરનું કૃત્ય
બે બાળકોને બેસાડી કપડા કાઢવાનુ કહી જાતીય સતામણી
ફરિયાદ નોંધાતા પોલીસે ટેક્ષ્ટાઈલ મેનેજર હર્ષ શેઠને ઝડપી પાડ્યો

સુરતના વિકૃત આનંદ માણવા ટેક્ષ્ટાઈલ મેનેજરે કારમાં બે માસુમ બાળકોને બેસાડી તેઓને કપડા કાઢવાનુ કહી જાતીય સતામણીનો પ્રયાસ કર્યો હતો. બનાવને લઈ બાળકોએ ઘરે જઈ માહિતી આપતા પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ટેક્ષ્ટાઈલ મેનેજરને ઝડપી પાડ્યો હતો.

સુરતના પિપલોદ વિસ્તારમાં ટેક્સટાઇલ્સ મેનેજરનું હીન કૃત્ય સામેઆવ્યુ છે. વિકૃત આનંદ માણવા માટે ટેક્ષ્ટાઈલ મેનેજર હર્ષ શેઠ કેવલ સર્કલ પાસેથી ઓળકીતા બે બાળકોનું અપહરણ કર્યુ હતું. ઘરમાં સાફસફાઈના બહાને બળકોને કારમાં લઈ ગયો હતો અને ચોકલેટ તથા જમવાની લાલચ આપી હતી. પહેલા કારમાં બન્ને બાળકોને અલગ અલગ જગ્યાએ ફેરવ્યા બાદ નિર્વસ્ત્ર કરી જાતીય સતામણી કરવાનો પ્રયાસ કર્યો હતો. 11 અને 13 વર્ષના બે બાળકોને કારમાં બેસાડી લઈ ગયો હતો. જો કે બાળકોએ હોબાળો કરતા નરાધમ બાળકોને છોડી ગયો હતો. જેથી બાળકોએ ઘરે જઈ માહિતી આપતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી જેને લઈ ઉમરા પોલીસે લક્ઝુરીયસ કાર કબ્જે લઈ નરાધમ હર્ષ શેઠની ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *