સુરતના કતારગામ કાંસા નગર ખાતે ટુ લેન બ્રિજ
ટુ લેન બ્રિજનુ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ
સુરતના કતારગામ કાંસા નગર ખાતે તૈયાર થયેલા ટુ લેન બ્રિજનુ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરાયુ હતું.
સુરત મહાનગર પાલિકા દ્વારા કતારગામ ઝોન વિસ્તારમાં રત્નમાલા જંકશન અને ગજેરા જંકશન પર ઈપીસી પદ્ધતિથી ફોર લેન ફ્લાય ઓવરબ્રિજની કાંસા નગરથી અમરોલી જતા એક તરફેના ટુ લેન બ્રિજનુ કેન્દ્રીય જળ શક્તિમંત્રી સી.આર. પાટીલના હસ્તે લોકાર્પણ કરાયુ હતું. તો આ સમયે સુરતના મેયર દક્ષેશ માવાણી તથા પાલિકાના પદાધિકારીઓ, અધિકારીઓ, ધારાસભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.
