સુરતના અઠવા પોલીસ મથકની હદમાંથી શંકાસ્પદ લાશ મળી
શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ
લાશને પોલીસે પીએમ અર્થે ખસેડી
સુરતના અઠવા પોલીસ મથકની હદમાંથી એક યુવાનની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. હાલ લાશને પોલીસે પીએમ અર્થે ખસેડી છે.
સુરતના અઠવાલઈનસ પોલીસ મથક વિસ્તારમાં આવેલા બડેખા ચકલામાંથી રાજુ નામના વ્યક્તિની લાશ મળતા ચકચાર મચી ગઈ હતી. આશરે 35 થી 40 વર્ષની ઉંમર ધરાવતો રાજુ પ્લમ્બરના કામ કરતો હતો. જો કે તેની લાશ મળી આવતા અઠવા પોલીસ સહિત ઉચ્ચ અધિકારી સ્થળે દોડી ગયા હતા. અને તપાસ કરતા મૃતકના શરીરે ઈજાના નિશાન જોવા મળ્યા હતાં. હાલ તો હત્યા કે આત્મહત્યા તેને લઈ ચર્ચાઓએ જોર પકડ્યુ છે. ત્યારે પોલીસે લાશને પી.એમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
