સુરતના પાંડેસરા વિસ્તારમાં વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર
પોલીસ મથકોમાં ઝડપાયેલા લાખોના વિદેશી દારૂના જથ્થાનો નાશ
ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બુલ્ડોઝર ફેરવાયુ
સુરતના પાંડેસરા વિસ્તારમાં ઝોન ફોરમાં આવતા પોલીસ મથકોમાં ઝડપાયેલા લાખોના વિદેશી દારૂના જથ્થા પર ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બુલ્ડોઝર ફેરવાયુ હતું.
સુરતના પાંડેસરા ખાતે ડીસીપી ઝોન ફોરમાં આવતા પોલીસ મથકોમાં ઝડપાયેલા વિદેશી દારૂના 25 લાખથી વધુના જથ્થા પર બુલ્ડોઝર ફેરવી દેવાયો હતો. દારૂ અને બિયરના જથ્થા પર ડીસીપી સહિત ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બુલ્ડોઝર ફેરવાયો હતો. આ સમયે મામલતદાર પણ હાજર રહ્યા હતાં.
