ડાંગ પોલીસની કામગીરીથી અકસ્માતમાં નોંધપાત્ર ઘટાડો.

Featured Video Play Icon
Spread the love

ડાંગ પોલીસની કામગીરીથી અકસ્માતમાં નોંધપાત્ર ઘટાડો.
ડાંગ જિલ્લામાં માર્ગ સુરક્ષાના ક્ષેત્રે એક પ્રેરણાદાયી પરિવર્તન
ગત વર્ષની સરખામણીએ માર્ગ અકસ્માતમાં 56 ટકાનો ઘટાડો

ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા અને આસપાસના પહાડી વિસ્તારો ધરાવતા ડાંગ જિલ્લામાં માર્ગ સુરક્ષાના ક્ષેત્રે એક પ્રેરણાદાયી પરિવર્તન આવ્યું છે. ડાંગ જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા વ્યવસ્થિત અને કડક આયોજનને કારણે ચાલુ વર્ષે અકસ્માતોના પ્રમાણમાં ધરખમ ઘટાડો થયો છે.

ડાંગના પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ખાસ ‘ડ્રાઇવ’ ચલાવવામાં આવી હતી. ખાસ કરીને પર્યટકો અને સ્થાનિક વાહનચાલકો દ્વારા થતા ‘ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ’ના કેસો પર પોલીસની બાજ નજર હતી. આ ઉપરાંત, મોટર વાહન અધિનિયમ હેઠળ હેલ્મેટ, સીટબેલ્ટ અને ઓવરસ્પીડિંગ સામેની કડક કાર્યવાહીને કારણે વાહનચાલકોમાં ટ્રાફિક શિસ્ત વધી છે. પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, 1 જાન્યુઆરીથી 30 એપ્રિલ 2026 સુધીના સમયગાળામાં, ગત વર્ષની સરખામણીએ અકસ્માતોમાં 56 ટકાનો ઘટાડો નોંધાયો છે. ડાંગ જેવા દુર્ગમ અને તીવ્ર વળાંકવાળા પહાડી રસ્તાઓ પર આટલો મોટો ઘટાડો એ પોલીસની સતર્કતાનું સીધું પરિણામ છે

પોલીસે માત્ર દંડ ફટકારવાને બદલે ટેક્નોલૉજીના ઉપયોગ દ્વારા બ્લેક સ્પોટ્સ (જ્યાં વધુ અકસ્માત થતા હોય તેવા સ્થળો) ને ઓળખીને ત્યાં ચેતવણીના બોર્ડ અને બેરિકેડિંગમાં વધારો કર્યો છે. પૂજા યાદવએ લોકોને અપીલ કરતા જણાવ્યું છે કે, “ટ્રાફિક નિયમોનું પાલન કરવું એ માત્ર કાયદો નથી, પરંતુ તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે મહત્ત્વનું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *