સુરત સરસાણા ડોમમાં એક ઇતિહાસ રચાયો
કાર્યક્રમ ‘એશિયા બુક ઓફ રેકોર્ડ્સ’ સ્થાપિત કરવો સફળ થયો
લગભગ ૭૦ જેટલા બિઝનેસ માલિકો આવ્યા હતા.
સુરત સરસાણા ડોમમાં એક ઇતિહાસ રચાયો છે. એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત કાર્યક્રમમાં ‘એશિયા બુક ઓફ રેકોર્ડ્સ’ સ્થાપિત કરવો સફળ થયો છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દરેક કેટેગરીના લોકો એક પ્લેટફોર્મ પર આવે અને એકબીજા સાથે નેટવર્કિંગ કરે તેવો છે.
સુરતના સરસાણા ડોમ ખાતે વુમન્યુઝ લઈને આવ્યું છે એક અનોખો ‘મેરેથોન ટોકશો’. જેણે એશિયા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવવું છે. અહીં લગભગ ૭૦ જેટલા બિઝનેસ માલિકો આવ્યા હતા. આ માત્ર એક રેકોર્ડ નથી, પણ એક બિઝનેસ બીજા ૭૦ બિઝનેસ સાથે જોડાયો છે. શરૂઆતમાં લોકોને લાગતું હતું કે આ કેવી રીતે શક્ય બનશે, પણ પારુલ મેમે દરેકને ટ્રેનિંગ આપી, સ્ક્રિપ્ટ તૈયાર કરાવી અને આજે દરેક વ્યક્તિએ સ્ટેજ પર આત્મવિશ્વાસ સાથે પોતાનો બિઝનેસ રજૂ કર્યો છે. આ કાર્યક્રમમાં દરેક સહભાગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ શાનદાર ગ્રાન્ડ ઇવેન્ટ યોજાઈ હતી.
