આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર કરાયેલ હુમલો

Featured Video Play Icon
Spread the love

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર કરાયેલ હુમલો
સુરત આપ દ્વારા આ હિંચકારા હુમલાનો વખોડી કઢાયો
ભાજપ કોંગ્રેસે સાથે મળી ષડયંત્ર રચ્યો હોવાનો આક્ષેપ

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર કરાયેલા હુમલાનો વિરોધ કરાયો હતો અને આ મામલે સુરતમાં એક પત્રકાર પરિષદમાં આપ દ્વારા આ હિંચકારા હુમલાનો વખોડી કઢાયો હતો. અને ભાજપ કોંગ્રેસે સાથે મળી ષડયંત્ર રચ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને રાષ્ટ્રીય નેતા એવા ફાયરબ્રાન્ડ ગોપાલ ઈટાલિયા પર જાહેર સભામાં જુતુ ફેંકી હુમલો કરાતા સમગ્ર રાજ્યમાં ચર્ચાએ જોરપકડ્યુ છે. ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર સભા દરમિયાન કરાયેલા હિંચકારા હુમલાના વિરોધમાં સુરતમાં આપ પાર્ટીના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશમહામંત્રી રાકેશ હિરપરા અને પ્રદેશ સંગઠન મંત્રી રામભાઈ ધડુકે પત્રકાર પરિષધ યોજી આ હિંચકારા હુમલાને વખોડી કાઢ્યો હતો અને હુમલા પાછળના ષડયંત્ર અંગે આક્ષેપોકર્યા હતાં. ભાજપ અને કોંગ્રેસે સાથે મળી ષડયંત્ર કર્યુ હોવાના આક્ષેપો કરાયા હતાં. સાંભળો પત્રકાર પરિષદમાં આપ નેતાઓએ કેવા આક્ષેપો કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *