કાપોદ્રા પોલીસે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો
પોલીસે ગાંજાનો જથ્થો, મોબાઈલ, રોકડ સહિતની મત્તા કબ્જે કરી
સુરતની કાપોદ્રા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરતની કાપોદ્રા પોલીસની ટીમ પોલીસ ઇન્સપેક્ટર એમ.બી.ઔસુરા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર.સોલંકી અને પીએસઆઈ એમ.બી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એ.એસ.આઈ મિલનભાઇ તથા અ.પો.કો જયભાઈને મળેલી બાતમીના આધારે કાપોદ્રા ભરવાડ ફળીયાળામા ઉત્રાણ બ્રીઝ નિચે ચોરી છુપીથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો પોતાના કબ્જામાં રાખી વેચાણ કરતા કિશોરચંદ્ર મહારાણા દંડાશી મહારાણાને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ગાંજાનો જથ્થો, મોબાઈલ, રોકડ સહિતની મત્તા કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
