સુરતમાં નાસતા ફરતા આરોપી ઝડપાયો
સરોલી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
આરોપી કાપડ ઠગાઈના ફરાર હતો
સારોલી પોલીસ મથકમાં નોંધાયેલા કાપડ ઠગાઈના ગનામાં નાસતા ફરતા આરોપીને સારોલી પોલીસે ઝડપી પાડ્યો છે.
સારોલી પોલીસ મથકનો સ્ટાફ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે ત્યારે સારોલી પોલીસ મથકમાં દુકાન ધરાવતા કાપડ વેપારીનો દલાલ મારફતે સંપર્ક કરી કાપડનો માલ લઈ જઈ નાણા નહી ચુકવી દુકાન બંધ કરી ઉઠમણુ કરનાર છેલ્લા છ મહિનાથી નાસતા ફરતા અને બી.એન.એસ. કલમ 72 મુજબના આરોપી એવા વિનોદકુમાર બાબુલાલજી જૈનને ઝડપી પાડ્યો હતો અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
