બારડોલી : નવરાત્રી મહોત્સવના મેદાન ખાતે ભૂમિ પૂજન કરાયું

Featured Video Play Icon
Spread the love

બારડોલી : નવરાત્રી મહોત્સવના મેદાન ખાતે ભૂમિ પૂજન કરાયું
નાડીદા ચાર રસ્તા નજીક મેદાનમાં નવરાત્રી યોજાશે
ભૂમિ પૂજનમાં અનેક મહાનુભાવો હાજર રહા

સુરત જિલ્લા માં સુપ્રસિદ્ધ એના નવરાત્રી માહિત્સવ નુઆ વખતે આયોજન થવા જઇ રહ્યું છે. એના નવરાત્રી આ વખતે બારડોલી ના નાડીદા ચાર રસ્તા નજીક આવેલ મેદાન માં યોજાશે. નવરાત્રી મહોત્સવના મેદાન ખાતે આજે ભૂમિ પૂજન કરાયું હતું. અને નવરાત્રી ની તૈયારી શરૂ કરાઇ હતી.

ગણેશ ઉત્સવ સમાપ્ત થતાં હવે માં આદ્યશક્તિ ના નવલા નોરતા ને દિવસો ગણાય રહ્યા છે. ત્યારે સુરત જિલ્લા ના બારડોલી ખાતે પણ તૈયારીઓ જોવા મળી રહી છે. ધંધા દારી નહીં પરંતુ વિસ્તાર માં ઘણા વર્ષો થી એના નવરાત્રીના નામથી સુપ્રસિદ્ધ બનેલ એના નવરાત્રી આ વખતે યોજનાર છે. સાંઈબાબા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત એના યુવક મંડળ દ્વારા નવરાત્રી 2025 નું આયોજન થનાર છે. જોકે આ વખતે એના નવરાત્રી નાદિડા ચાર રસ્તા નજીક આવેલ મેદાન માં યોજનાર છે. જેનું આજે જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ સહિત ના મહાનુભાવો ની અધ્યક્ષતા માં ભૂમિ પૂજન કરી વિધિવત તૈયારી શરૂ કરાઇ હતી. જેમા બારડોલી ના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર .જીલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ. પ્રવિણ બાપુ. મહામંડલેશ્વર પુનમ બા. ભાવેશભાઈ પટેલ.એના ગામ યુવાનો વડીલો આગેવાનો હાજર રહ્યા હતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *