સુરત સચીનમાં જ્વેલર્સમાં થયેલી લુંટ વીથ મર્ડરની ઘટનામાં સફળતા
જ્વેલર્સ માલિકની ગોળી મારી હત્યા કરનાર બે આરોપીને ઝડપ્યા
આરોપીઓને બિહારથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા અને હજુ એક ફરાર
સુરત સચીનમાં જ્વેલર્સમાં થયેલી લુંટ વીથ મર્ડરની ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી હતી. જ્વેલર્સમાં લુંટ ચલાવી જ્વેલર્સ માલિકની ગોળી મારી હત્યા કરનાર બે આરોપીઓને બિહારથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે જ્યારે હજુ પણ એક આરોપી ફરાર છે.
સુરતના સચીન સચિન વિસ્તારમાં જવેર્લ્સમાં થયેલ લૂંટ વિથ હત્યા મામલે ક્રાઈમ બ્રાન્ચે સફળતા મળી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચને આરોપી પકડવા સફળતા મળી હોય તેમ બે આરોપીઓને બિહારથી ઝડપી પાડ્યા છે. ક્રાઈમ બ્રાન્ચે અઠવાડિયા સુધી બિહારમાં રહી મિશન પાર પાડ્યું છે. તો હજી પણ એક લૂંટારૂ પોલીસ પકડ થી દૂર છે. સચીનમાં આવેલ શ્રીનાથજી જવેલર્સમાં ચાર જેટલા લૂંટારઓએ લૂંટ ચલાવી જવેલર્સની ગોળી મારી હત્યા કરી હતી તો એક આરોપીને સ્થાનિકોએ પકડી પાડી મેથીપાક આપી પોલીસને સોંપ્યો હતો. હાલમાં બિહારથી ઝડપાયેલા બે આરોપીઓ પાસએથી પોલીસે 10 લાખનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. તો લુંટ બાદ આરોપીઓએ નક્કી કર્યુ હતુ કે સ્ટેશનથી જે ટ્રેન ળે તેમાં બેસી જવુ અને ત્યારબાદ વતન ભાગી જવુ. ટ્રેનમાં ટીકીટ વગર બેસવાના કારણે તેમને દંડ પણ થયો હોવાની કબુલાત કરી હતી. હાલ તો આરોપીઓની વધુ તપાસ શરૂ કરાઈ છે.
