સુરતમાં જાણે રોગચાળો માથુ ઉચક્યું
એક વર્ષના બાળકનું એક જ દિવસના તાવમાં મોત
માતા રડી રડીને બેહાલ, પરિવારજનોમાં શોકનો માહોલ
સુરતમાં જાણે રોગચાળો માથુ ઉંચકી રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે સચીન વિસ્તારમાં રહેતા યુપીવાસી પરિવારના એક માસુમ બાળકનુ તાવ આવ્યા બાદ મોત નિપજતા પરિવારજનોમાં શોક છવાઈ ગયો હતો.
સુરતમાં ચોમાસાની શરૂઆત સાથે જ રોગચાળુ માથુ ઉંચકી રહ્યુ હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે ફરી એક માસુમ બાળકનુ રોગચાળાથી મોત નિપજ્યુ છે. સુરત શહેરમાં રોગચાળા થી 1 વર્ષીય બાળકનું મોત નિપજ્યુ હતું. યુપીવાસી શિવજી મોર્યા સચીનમાં સાંઈ ભુપત રો હાઉસમાં રહે છે અને તેમને સંતાનમાં એક વર્ષનો પુત્ર લલિત હો જેને કોઈ પણ ગંભીર બીમારી ન હતી જો કે અચાનક જ એક વર્ષીય બાળક લલીતને તાવ આવ્યા બાદ તેને હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં બાળકનુ મોત નિપજ્યુ હતું. જેને લઈ પરિવારજનો પર આભ તુટી પડ્યો હતો. હાલ તો બનાવને લઈ પોલીસને જાણ કરાતા સચીન જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
