સુરતના હજીરા ખાતે આવેલી એએમએનએસ કંપનીમાં તોફાન
કંપનીમાં કારીગરોના તોફાન બાદ વહેલી સવારથી જ પોલીસ બંદોબસ્ત
શાંતિ પુર્ણ માહોલમાં ફરી કામ શરૂ થયુ
સુરતના હજીરા ખાતે આવેલી એએમએનએસ કંપનીમાં કારીગરોના તોફાન બાદ વહેલી સવારથી જ સુરત પોલીસ કંપની પર પહોંચી ગઈ હતી. અને શાંતિ પુર્ણ માહોલમાં ફરી કામ શરૂ થયુ છે.
સુરતના હજીરા સ્થિત એએમ/એનએસ કંપનીમાં થયેલી હિંસા બાદ શુક્રવારે વહેલી સવારથી જ સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે. એલ એન્ડ ટી કોન્ટ્રાક્ટ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલા પથ્થરમારો અને તોડફોડ બાદ અન્ય કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલા સાથે હજીરાના તમામ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કામદારોના પગાર વધારા સહિતની બાબતે હાલ કામદારો અને કંપનીના અધિકારીઓ વચ્ચે બેઠક ચાલી રહી છે. તો કામદારોએ પણ રૂટિન મુજબ કામ શરૂ કરી દીધુ હતું. જો કેતેમછતાસુરત પોલીસદ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યુ છે.
