સુરત સહિત ગુજરાતભરમાં શાળાઓને ઉડાવવાની ધમકી
પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
પોલીસ, ડોગ સ્કવોર્ડની ટીમો પાસપોર્ટ ઓફિસે દોડી ગઈ
સુરત સહિત ગુજરાતભરમાં શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકીઓ વચ્ચે હવે પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મેલ દ્વારા મળતા પોલીસ, ડોગ સ્કવોર્ડની ટીમો પાસપોર્ટ ઓફિસે દોડી ગઈ હતી.
સુરત પોલીસને ફરી અજાણ્યા ઈસમે દોડતી કરી દીધી હતી. સુરત પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળી હતી. વાત એમ છે કે સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અજાણ્યા ઈસમ દ્વારા ઈ મેઈલ દ્વારા અપાઈ હતી. જેથી તાત્કાલિક આ મેઈલ અંગે સુરત પોલીસ અને સુરક્ષા એજન્સીઓને જાણ કરાતા તમામ એક્ટીવ થયા હતા અને ઉમરા પોલીસ, ડોગ સ્કવોર્ડ સહિત એજન્સીઓ પાસપોર્ટ ઓફિસે દોડી ગઈ હતી અને ખુણે ખુણે ચેકિંગ કરાયુ હતું.
