સાબરકાંઠા : સાબર ડેરીનો વિરોધ બન્યો ઉગ્ર.

Featured Video Play Icon
Spread the love

સાબરકાંઠા : સાબર ડેરીનો વિરોધ બન્યો ઉગ્ર.
હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે કર્યો ચક્કાજામ.
પોલીસ સાથે ઘર્ષણ બાદ પશુપાલકોએ નેશનલ હાઇવે કર્યો બંધ.
પથ્થરમારામાં 8 જેટલા લોકોને પહોંચી ઇજાઓ.

સાબર ડેરી દ્વારા પશુપાલકોને ચૂકવાયેલ ભાવ ફેરના વિરોધનો મામલો. સાબર ડેરી દ્વારા દર વર્ષે જૂન મહિનાના અંતમાં અથવા જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં ભાવ ફેર ચૂકવવામાં આવતો હોય છે.

ચાલુ સાલે સાબર ડેરી દ્વારા ભાવ ફેર ચૂકવવામાં લેટ કરતા પશુપાલકો દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યા બાદ ગત 11 તારીખે પશુપાલકોના ખાતામાં ભાવફેરની રકમ જમા કરવામાં આવી હતી.વર્ષ દરમિયાન સાબર ડેરી દ્વારા કિલો ફેટે 850 રૂપિયા પ્રમાણે પશુપાલકોને દૂધનો ભાવ ચૂકવવામાં આવ્યો હતો.વર્ષ દરમિયાનના હિસાબોમાં સાબર ડેરીએ દૂધનો વાર્ષિક સરેરાશ ભાવ 960 રૂપિયા નક્કી કરવામાં આવ્યો હતો. સાબરડેરીએ કરેલા 960 રૂપિયા કિલો ફેટના સરેરાશ ભાવ પ્રમાણે 110 રૂપિયા કિલો ફેટના પ્રમાણે પશુપાલકોને ભાવફેર તરીકે ચુકવવામાં આવ્યો હતો.આ ભાવ ફેર ગત વર્ષોની સરખામણીમાં ઓછો હોવાના આક્ષેપ સાથે પશુપાલકોએ નોંધાવ્યો હતો વિરોધ.સોશિયલ મીડિયામાં પશુપાલકોના આગેવાનો દ્વારા આજે સાબર ડેરી ખાતે વિરોધ નોંધાવવા માટેનો મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો ત્યારબાદ પશુપાલકો સાબર ડેરી ખાતે એકઠા થયા હતા.વધુ ભાવ ફેર ચૂકવવાની માંગ સાથે સાબરડી ખાતે વિરોધ કરી રહેલા પશુપાલકો દ્વારા સાબર ડેરીમાં પ્રવેશ માટેની માગ કરી હતી.પોલીસ અને સાબર ડેરી દ્વારા પશુપાલકોને ગેટની બહાર અટકાવવામાં આવ્યા હોવાથી પશુપાલકો ઉગ્ર બન્યા હતા.સાબર ડેરીના ગેટ તેમજ કમ્પાઉન્ડ તોડવાનો પણ પશુપાલકોએ પ્રયાસ કર્યો હતો.પોલીસે પશુપાલકોને રોકવાનો પ્રયાસ કરતા પશુપાલકોએ પોલીસના વાહનો પર પથરાવ કર્યો હતો.પોલીસના ચાર જેટલા વાહનોમાં નુકસાન થવા પામ્યું હતું.પશુપાલકોનું ટોળું વધુ ઉગ્ર બનતા પોલીસે તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસ પર પથ્થરમારો કરતા પોલીસે પિયર ગેસના સેલ છોડ્યા હતા.60 કરતાં ઉપરાંત ટીયર ગેસના સેલ પોલીસ દ્વારા છોડવામાં આવ્યા હતા.સાબર ડેરી નજીકથી પસાર થતા ઉદેપુર અમદાવાદ નેશનલ હાઇવે ને પણ પશુપાલકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો.ટ્રાફિક પૂર્વવત કરવા માટે ફરી એકવાર પોલીસે ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી.સાબર ડેરી ખાતે વિરોધ નોંધાવી રહેલા 40 ઉપરાંત પશુપાલકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.સમગ્ર ઘર્ષણ દરમિયાન છ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. હાલ સ્થિતિ પર સંપૂર્ણપણે કાબુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *