એક માતા અને પત્નીના સહિયારા અંગદાનનો નિર્યણ
સહિયારા અંગદાનના નિર્યણથી છ વ્યક્તિને જીવનદાન મળ્યુ
30 મું સફળ અંગદાન કરાયુ
એક માતા અને પત્નીના સહિયારા અંગદાનના નિર્યણથી છ વ્યક્તિને જીવનદાન મળ્યુ છે. તો સુરતના જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ડાયમંડ હોસ્પિટલના સંયુક્ત પ્રયાસોથી 30 મું સફળ અંગદાન કરાયુ હતું.
સુરત શહેરમાં માનવતાનો વધુ એક પ્રેરણાદાયી પ્રસંગ સર્જાયો છે. સુરતના પુણાગામ ગીતાનગરખાતે રહેતા અને મુળ રાજકોટના ઉપલેટાના વતની અંગદાતા પરેશભાઈ કિશનભાઈ કપુપરા વ્યવસાયે ડાયમંડ વર્કર હતા જો કે ગત 12 ફેબ્રુઆરીના રોજ સવારે કામ પર જવા નીકળ્યા હતા ત્યારે સોસાયટીના ગેટ પાસે અચાનક ચક્કર આવી જતા પડી ગયા હતા. તાત્કાલિક પરિવારજનો તથા સોસાયટીના સભ્યોની મદદથી તેમને સુરતની ડાયમંડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ડાયમંડ હોસ્પિટલનાં ઈમરજન્સી વિભાગની ડોક્ટર ટીમ દ્વારા વિશેષ નિદાન અને સારવાર શરૂ કરવામાં આવી હતી. દર્દીને મગજમાં હેમરેજ હોવાનું માલુમ પડેલ જેથી તુરંત તેની સર્જરી કરવામાં આવી હતી. સઘન સારવાર બાદ 26 ફેબ્રુઆરીના રોજ દર્દીને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. બ્રેઈન ડેડ જાહેર થતાં જ ડૉ. હરેશ પાગડા-એડમિનિસ્ટ્રેટર ડાયમંડ હોસ્પિટલ દ્વારા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના વિપુલ તળાવિયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરિવારજનોને અંગદાન અંગે સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું.
પરિવારજનોમાં માતા હેમીબેન કપુપરા, પત્ની દિવ્યાબેન પરેશભાઈ, દીકરો શ્રુત પરેશભાઈ સહીત માસીનાં દીકરા નીલેશભાઈ અકબરી, પ્રવીણભાઈ અકબરી, કઝીન અશ્વિનભાઈ કપુપરા, બનેવી રોમિતકુમાર વિરાણી, નરસીભાઈ જોધાણી ના સાથે વિસ્તૃત ચર્ચા દરમ્યાન માતા હેમીબેનએ કહેલ શબ્દો અત્યંત સ્પર્શક હતા તેમણે કહ્યુ હતુકે મારો દીકરો તો કદાચ નહીં રહે, પરંતુ તેના થકી વધુમાં વધુ લોકોને જીવન મળે તેવો પ્રયત્ન કરજો. દુઃખની આ ઘડીએ પત્ની દયાબેન, પુત્ર શ્રુત, માતા તથા તમામ પરિવારજનો દ્વારા માનવતાનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં અંગદાન માટે સંમતિ આપવામાં આવી હતી.
