મોંઘવારી મુદ્દે આપ મહિલા સંગઠન મેદાનમાં, મુખ્યમંત્રીને રજૂઆત

Featured Video Play Icon
Spread the love

મોંઘવારી મુદ્દે આપ મહિલા સંગઠન મેદાનમાં, મુખ્યમંત્રીને રજૂઆત
પેટ્રોલ-ડીઝલ, ગેસ સહિત જીવનજરૂરી વસ્તુઓના ભાવ ઘટાડવાની માંગ
મોંઘવારી મુદ્દે મુખ્યમંત્રીને મહિલા સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી

ગુજરાતમાં સતત વધી રહેલી મોંઘવારીને લઈને આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે. પેટ્રોલ-ડીઝલથી લઈને રાંધણ ગેસ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના મહિલા સંગઠન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.

ગુજરાતમાં મોંઘવારીના માર વચ્ચે આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર સામે મોરચો ખોલ્યો હોય તેમ આપ ગુજરાતના મહિલા સંગઠન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી સામાન્ય જનતાને મોંઘવારીમાંથી તાત્કાલિક રાહત આપવાની માંગ કરવામાં આવી હતી. પત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ, દૂધ, ખાદ્યતેલ, અનાજ, કઠોળ અને શાકભાજી જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવવધારાથી મધ્યમ અને ગરીબ પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે. આમ આદમી પાર્ટીએ પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ ઘટાડવા, જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર સરકારી નિયંત્રણ લાવવા, જમાખોરી અને કાળાબજારી સામે કડક કાર્યવાહી કરવા સહિત પાંચ મુખ્ય માંગણીઓ કરી છે. સાથે જ સરકાર દ્વારા નક્કર અને સમયબદ્ધ આયોજન જાહેર કરવામાં નહીં આવે તો મહિલા સંગઠન દ્વારા લોકશાહી ઢબે ઉગ્ર જનઆંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *